જે ખેલાડી ધોનીનો ફેવરિટ હતો તે હવે તેનાથી અલગ થઈ ગયો છે. અમે વાત કરી રહ્યા છીએ દીપક ચહરની, જેને મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025ની હરાજીમાં ખરીદ્યો હતો. દીપક ચહરને ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી પરંતુ અંતે મુંબઈએ આ ખેલાડીને ખરીદ્યો.