ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ બાદ આઈપીએલની ધમાલ શરૂ થશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ 9 માર્ચે છે. IPL 2025ની સિઝન છેલ્લી સિઝન પહેલા શરૂ થશે. તો ચાલો જાણીએ IPL 2025ની સીઝન ક્યારે શરૂ થશે.
ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. IPL 2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ જાહેરાત હજુ સત્તાવાર નથી. તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં એક મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ESPN-Cricinfoના અહેવાલ મુજબ, BCCIએ IPL 2025ની સીઝનની તારીખોની જાહેરાત કરીને તમામ IPL ફ્રેન્ચાઇઝીને એક ઈમેલ મોકલ્યો છે. માત્ર આગામી સિઝન જ નહીં પરંતુ તેના પછી 2026 અને 2027 માટે વધુ બે સિઝનની જાહેરાત કરવામાં આવી છે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બોર્ડે આને ટૂર્નામેન્ટની વિન્ડો ગણાવી છે પરંતુ માનવામાં આવે છે કે આ તારીખથી ટૂર્નામેન્ટ શરૂ થશે. 2026 સીઝન 15 માર્ચથી શરૂ થશે અને 31 મે સુધી ચાલશે. 2027ની સીઝન પણ 14 માર્ચથી શરૂ થશે અને 30 મે સુધી ચાલશે.
મેગા ઓક્શન પહેલા વધુ એક ખેલાડીને એન્ટ્રી મળી છે. T20 વર્લ્ડ કપ 2024માં પોતાની બોલિંગથી ધૂમ મચાવનાર અમેરિકન બોલર સૌરભ નેત્રાવલકરને પણ શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ઝડપી બોલર જોફ્રા આર્ચરને પણ શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું છે એટલે કે તેણે પણ પોતાનું નામ મોકલ્યું છે.