હવે રસપ્રદ વાત એ છે કે પંતની 27 કરોડ રૂપિયાની બોલી IPL મેગા ઓક્શનમાં સૌથી વધુ બોલી છે. 27 કરોડ રૂપિયા પંતના ખાતામાં જશે કે પછી પૈસા કપાશે? એક રિપોર્ટ અનુસાર, ભારત સરકાર વિકેટકીપરને મળેલા પૈસામાંથી 6.1 કરોડ રૂપિયા કાપશે. તો પંતના ખાતામાં 18.9 કરોડ રૂપિયા આવશે. આનો અર્થ એ થયો કે પંતે લગભગ 30 ટકા આવકવેરો ચૂકવવો પડશે.