મલ્લિકા સાગર કલા જગતની જાણીતી વ્યક્તિત્વ છે અને ઘણી હરાજીઓનો ભાગ રહી છે. મલ્લિકાએ ફિલાડેલ્ફિયાની બ્રાયન મોર કોલેજમાંથી કલા ઇતિહાસનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારપછી વર્ષ 2001માં 26 વર્ષની ઉંમરે મલ્લિકાએ ઓક્શન કંપની ક્રિસ્ટીઝમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
મલ્લિકા સાગર 2021માં પ્રો કબડ્ડી લીગની હરાજીમાં સામેલ છે. IPL 2024માં IPL ઓક્શનરની ભૂમિકામાં પણ જોવા મળી હતી. IPLની હરાજીમાં મહિલાઓ પણ સામેલ રહી છે.
મલ્લિકા સાગરનો જન્મ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં થયો હતો. મલ્લિકા પાસે હરાજી કરનાર તરીકે 26 વર્ષથી વધુનો અનુભવ છે.
તમને જણાવી દઈએ કે અગાઉ પુરુષોને IPL ઓક્શનમાં હોસ્ટ તરીકે જોવામાં આવતા હતા. રિચર્ડ મેડલી, હ્યુજ એડમ્સ અને ચારુ શર્મા જેવા દિગ્ગજોએ IPL હરાજીનું આયોજન કર્યું છે.
મુંબઈ સ્થિત આર્ટ કલેક્ટર મલ્લિકા સાગરે WPL 2023 અને 2024 હરાજીનું આયોજન કર્યું હતું. રમતગમતની દુનિયામાં જાણીતી છે. 49 વર્ષીય મલ્લિકા સાગરને હરાજીમાં લગભગ 26 વર્ષનો અનુભવ છે.
આ વખતે મેગા ઓક્શનમાં કેએલ રાહુલ, ઋષભ પંત, શ્રેયસ અય્યર, અર્શદીપ સિંહ અને જોસ બટલર જેવા મોટા નામ સામેલ છે. હવે આ ખેલાડીઓ માટે મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીની ટક્કર થશે. રિપોર્ટ અનુસાર આ વખતે મિચેલ સ્ટાર્કનો સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તૂટી શકે છે.