વિરાટ કોહલીએ પોતાની 9 વર્ષની કેપ્ટનશિપ દરમિયાન 143 મેચોમાં RCBનું નેતૃત્વ કર્યું હતું. તે IPLમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનારો ત્રીજો કેપ્ટન પણ છે. જ્યારે વિરાટ કેપ્ટન હતો, ત્યારે RCB 143 મેચમાંથી 66 જીત્યું હતું, જ્યારે 70 હારી ગયું હતું અને તેમની જીતની ટકાવારી માત્ર 46.15 ટકા હતી. તેમની કપ્તાની હેઠળ 9 સીઝન દરમિયાન, RCB 4 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થયું, એક વખત ફાઈનલ રમ્યું, પરંતુ ચેમ્પિયન બની શક્યું નહીં. એટલે કે તેના નામે એક પણ ટ્રોફી નથી.