IPL 2025ની મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ નવા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. તમામ 10 ફ્રેન્ચાઇઝીએ કુલ 47 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સે સૌથી વધુ 6-6 ખેલાડીઓને જાળવી રાખ્યા છે.
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે 5-5 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. જ્યારે બેંગલુરુ અને પંજાબે 2-2 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. તો હવે વાત કરીએ તમામ ટીમોના પર્સમાં કેટલા રૂપિયા વધી ગયા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે હેનરિક ક્લાસેન, પેટ કમિન્સ, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, નીતિશ કુમાર રેડ્ડીને જાળવી રાખ્યા છે. હરાજી માટે તેના પર્સમાં 45 કરોડ રૂપિયા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી, રજત પાટીદાર, યશ દલાલને જાળવી રાખ્યા છે. હરાજી માટે તેના પર્સમાં 83 કરોડ રૂપિયા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આંદ્રા રસેલ, હર્ષિત રાણા, રમનદીપ સિંહને જાળવી રાખ્યા છે. કોલકાતા પાસે હરાજી માટે 51 કરોડ રૂપિયા છે.
પંજાબ કિંગ્સે શશાંક સિંહ, પ્રભાસિમરનને જાળવી રાખ્યા છે. હરાજી માટે તેમના પર્સમાં કુલ 110.5 કરોડ રૂપિયા છે. મેચ માટે 4 રાઈટ ટુ મેચ કાર્ડ છે.
રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, સંદીપ શર્માને જાળવી રાખ્યા છે. હરાજી માટે તેમના પર્સમાં કુલ 41 કરોડ રૂપિયા છે.
મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને તિલકવર્માને જાળવી રાખ્યા છે. હરાજી માટે તેમનું પર્સ 120 કરોડ રૂપિયાથી વધીને 55 કરોડ રૂપિયા થઈ ગયું છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે રૂતુરાજ ગાયકવાડ, મતિશા પથિરાના, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોનીને જાળવી રાખ્યા છે. હરાજી માટે તેના પર્સમાં 65 કરોડ રૂપિયા છે.
દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલને જાળવી રાખ્યા છે. હરાજી માટે તેમના પર્સમાં 73 કરોડ રૂપિયા છે.
ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાન, શુભમન ગિલ, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાનને રિટેન કર્યા છે. હરાજી માટે તેમના પર્સમાં 69 કરોડ રૂપિયા છે.
લખનૌ સુપર જાયન્ટ્સે નિકોલસ પુરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, આયુષ બદોનીને જાળવી રાખ્યા છે. હરાજી માટે તેમના પર્સમાં 69 કરોડ રૂપિયા છે.