ફાફ ડુ પ્લેસિસ 2022થી બેંગલુરુના કેપ્ટન હતા. આ ખેલાડીએ દરેક સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું. 2022માં ડુ પ્લેસિસે 31થી વધુની એવરેજથી 468 રન બનાવ્યા હતા. 2023 માં, ડુ પ્લેસિસે 56 થી વધુની એવરેજથી 730 રન બનાવ્યા, જેમાં 8 અડધી સદીનો સમાવેશ થાય છે. ડુપ્લેસિસે ગત સિઝનમાં પણ 438 રન બનાવ્યા હતા. પરંતુ આટલા શાનદાર પ્રદર્શન છતાં આરસીબીએ તેના પર દાવ પણ લગાવ્યો ન હતો.