ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે મેગા હરાજી રવિવાર અને સોમવારે બે દિવસ માટે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. આ હરાજીના પહેલા દિવસે ઘણા રેકોર્ડ તોડ્યા અને કેટલાક નવા રેકોર્ડ પણ બનાવ્યા. ચાલો જાણીએ કે સૌથી ઓછા બજેટ સાથે ઓક્શનમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સની આખી ટીમનું પ્રદર્શન કેવું રહ્યું.
રાજસ્થાન રોયલ્સ, જે 2008 પછી તેના પ્રથમ ટાઇટલની શોધમાં છે, તેની ટીમમાં ઘણા શ્રેષ્ઠ ખેલાડીઓ છે. સંજુ સેમસન, જેઓ પ્રથમવાર 2013 માં RR સાથે જોડાયા હતા, તે ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. તેઓ 2021 થી આરઆરનું નેતૃત્વ કરી રહ્યા છે.
રાજસ્થાન રોયલ્સે મેગા ઓક્શન પહેલા કુલ 6 ખેલાડીઓને રિટેન કર્યા હતા, સંજુ સેમસન 18 કરોડ, યશસ્વી જયસ્વાલ 18 કરોડ, રિયાન પરાગ 14 કરોડ, ધ્રુવ જુરેલ 14 કરોડ, શિમરોન હેટમાયર 11 કરોડ, સંદીપ શર્મા 4 કરોડ.
પહેલા દિવસની મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે જોફ્રા આર્ચર – 12.50 કરોડ, મહિષ તિખાસ્ના – 4.40 કરોડ, વાનિંદુ હસરાંગા – 5.25 કરોડને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
સંજુ સેમસન, યશશ્વી જયસ્વાલ, રાયન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, સંદીપ શર્મા, જોફ્રા આર્ચર, મહેશ, વાનિન્દુ હસરંગા, આકાશ મધવાલ, કુમાર કાર્તિકેય, નીતીશ રાણા, તુષાર દેશપાંડે, શુભમ દુબે, યુદ્ધવીર સૂર્ય, કુમાર, કુમાર, કુમાર. કાર્તિકેય, ક્વેના માફકા