એવા અહેવાલો છે કે લખનૌ સુપર જાયન્ટ્સ એટલે કે LSG મયંક યાદવને જાળવી શકે છે. મયંક યાદવને LSGએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ, હવે જ્યારે તે બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાં ડેબ્યૂ કર્યા બાદ કેપ્ડ પ્લેયર બની ગયો છે, ત્યારે LSGએ તેને જાળવી રાખવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડશે. રિપોર્ટ્સ અનુસાર, LSG 12 કરોડ રૂપિયામાં મયંક યાદવને રિટેન કરી શકે છે. પરંતુ, અન્ય ઈજાના સમાચાર પછી, શું LSG ફ્રેન્ચાઇઝી તેની યોજનાને અમલમાં મૂકશે?