IPL 2025ની હરાજીમાં અર્જુન તેંડુલકરને છેલ્લી ઘડીએ ખરીદનાર મળ્યો. ફરી એકવાર તેને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો.
જોકે, હરાજીની આગલી જ મેચમાં અર્જુન તેંડુલકર સાથે કંઈક એવું થયું જેની તેને બિલકુલ અપેક્ષા નહોતી.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચોમાં અર્જુન તેંડુલકરનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. આંધ્ર પ્રદેશ સામેની મેચમાં ગોવા તરફથી રમતા અર્જુન તેંડુલકરે એક વિકેટ તો લીધી પરંતુ 22 બોલમાં 36 રન આપ્યા.
આ મેચમાં ગોવાને પણ આંધ્રપ્રદેશ સામે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ગોવાને આંધ્ર પ્રદેશે 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગોવાની ટીમ 20 ઓવરમાં 154 રન જ બનાવી શકી હતી, જવાબમાં આંધ્રએ 15.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
આ હાર સાથે ગોવાએ પરાજયની હેટ્રિક નોંધાવી હતી. ગોવા તેની પ્રથમ મેચ મુંબઈ સામે, બીજી મેચ સર્વિસીસ સામે અને ત્રીજી મેચ આંધ્રપ્રદેશ સામે હારી ગઈ હતી. (તમામ ફોટો ક્રેડિટઃ પીટીઆઈ)