બોર્ડર ગાવસ્કર સિરીઝની વાત કરીએ તો ચેતેશ્વર પૂજારા 4 વખત પ્લેયર ઓફ ધ મેચ બની ચૂક્યો છે. જ્યારે વિરાટ કોહલીએ માત્ર એક જ વાર આ એવોર્ડ જીત્યો છે. તો રોહિત શર્મા હજુ સુધી આ એવોર્ડ જીતી શક્યો નથી. સ્ટીવ સ્મિથ અને નાથન લિયોન જેવા ખેલાડીઓ પણ 3-3 વખત આ એવોર્ડ જીતી ચૂક્યા છે. આ દર્શાવે છે કે બોર્ડર ગાવસ્કર સિરીઝમાં પૂજારાનું પ્રદર્શન સારું રહ્યું છે પરંતુ દુઃખની વાત છે કે આ ખેલાડી આ સિરીઝમાં રમતા જોવા નહીં મળે.