કેન વિલિયમસન ભારત સામેની મુંબઈ ટેસ્ટ માટે ન્યુઝીલેન્ડની ટીમનો ભાગ નહીં હોય. અગાઉ એવા અહેવાલ હતા કે ઈજામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલો કેન ટેસ્ટ શ્રેણીની મધ્યમાં ભારત આવશે. પરંતુ, જેમ જેમ શ્રેણી આગળ વધતી ગઈ અને કીવી ટીમ જીત નોંધાવતી રહી, કેન વિલિયમસનનો ભારત પ્રવાસ પણ મુલતવી રહ્યો. હવે જ્યારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મુંબઈમાં રમાવાની છે ત્યારે ફરી એકવાર ન્યુઝીલેન્ડ ક્રિકેટે એક નિવેદન જારી કરીને કેન વિલિયમસન અંગે અપડેટ આપી છે.