ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. અહેવાલ મુજબ, ટીમ મેનેજમેન્ટે તમામ ખેલાડીઓ માટે વૈકલ્પિક તાલીમ સત્રોને બદલે ફરજિયાત તાલીમ સત્રો રાખવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 30 અને 31 ઓક્ટોબરે પ્રેક્ટિસ કરશે. આ પ્રેક્ટિસ સેશનમાં તમામ ખેલાડીઓ ભાગ લેશે એટલે કે દિવાળીના દિવસે પણ ટીમ ઈન્ડિયાને એક દિવસની રજા નહીં મળે.