વિરાટ કોહલીએ ICC ટેસ્ટ રેન્કિંગમાં પણ મોટો ફાયદો ઉઠાવ્યો છે. વિરાટ કોહલીએ પણ 9 બેટ્સમેનોને હરાવીને 13મો રેન્ક હાંસલ કર્યો છે. આ દરમિયાન વિરાટે શુભમન ગિલ, મોહમ્મદ રિઝવાન, માર્નસ લાબુશેન જેવા ખેલાડીઓને પણ હરાવ્યા હતા. વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે બીજી ઈનિંગમાં 100 રન બનાવ્યા જે તેની 30મી ટેસ્ટ સદી હતી. વિરાટ પાસે હજુ પણ પોતાનું રેન્કિંગ સુધારવાની તક છે કારણ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ઘણી મોટી છે, જેમાં 4 ટેસ્ટ મેચ રમવાની બાકી છે. (તમામ ફોટો ક્રેડિટઃ પીટીઆઈ)