વેધર વેબસાઈટ અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી વરસાદની 50 થી 70 ટકા શક્યતા છે. પરંતુ પર્થ ટેસ્ટના પહેલા દિવસે એટલે કે શુક્રવાર 22 નવેમ્બરે હવામાન સાફ થઈ જશે. દિવસભર તડકો રહેશે, જેથી ચાહકો બંને ટીમો વચ્ચેની મેચનો આનંદ માણી શકશે. એટલું જ નહીં, મેચના પાંચેય દિવસે હવામાન સ્વચ્છ અને તડકો રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, કહી શકાય કે મેચ પર હવામાનનો કોઈ ખતરો નહીં હોય.