પીટીઆઈના અહેવાલ મુજબ ફ્લેટ ખરીદનારાઓએ રિયલ એસ્ટેટ કંપનીઓ રૂદ્ર બિલ્ડવેલ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડ, એચઆર ઈન્ફ્રાસિટી પ્રાઈવેટ લિમિટેડ, યુએમ આર્કિટેક્ચર એન્ડ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડ અને ગૌતમ ગંભીર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ગંભીર આ તમામ કંપનીઓના સંયુક્ત સાહસના ડિરેક્ટર અને બ્રાન્ડ એમ્બેસેડર હતા. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ આ કેસની સુનાવણી કરી અને જાણવા મળ્યું કે ગંભીર એકમાત્ર એવો આરોપી હતો જે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રોકાણકારો સાથે સીધો સંપર્ક કરતો હતો.