સાઉથ આફ્રિકા પ્રવાસ પર રમાયેલી 4 મેચની શ્રેણીમાં હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ બંનેથી યોગદાન આપ્યું હતું. તેણે 4 મેચની 3 ઇનિંગ્સમાં 59 રન બનાવ્યા, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 39 અણનમ રહ્યો અને બોલિંગમાં તેણે બે વિકેટ લીધી. હાર્દિકે શ્રેણીની છેલ્લી મેચમાં શાનદાર બોલિંગ કરી, 3 ઓવરમાં એક મેડન ઓવર ફેંકી, માત્ર આઠ રન આપ્યા અને એક વિકેટ લીધી.