બોર્ડે કહ્યું કે ડેટશીટ જારી કરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીની બે વિષયોની પરીક્ષા એક જ તારીખે ન લેવાય. સવારે 10.30 વાગ્યાથી પરીક્ષાઓ શરૂ થશે. પ્રથમ વખત પરીક્ષા શરૂ થયાના લગભગ 86 દિવસ પહેલા ડેટશીટ જાહેર કરવામાં આવી છે. શાળાઓ દ્વારા સમયસર LOC સબમિટ કરવાને કારણે આ શક્ય બન્યું છે.