કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા એક શેરને 10 ટુકડાઓમાં વહેંચવામાં આવશે. આ શેર વિભાજન પછી, કંપનીના શેરની ફેસ વેલ્યુ પ્રતિ શેર 1 રૂપિયા થશે. તમને જણાવી દઈએ કે કંપનીએ રેકોર્ડ ડેટ 3 ડિસેમ્બર 2024 નક્કી કરી છે. એટલે કે આ દિવસે કંપનીના શેર 10 ટુકડાઓમાં વહેંચાઈ જશે.