સાઉથ સિનેમાની જાણીતી એક્ટ્રેસ કસ્તુરી શંકરે તાજેતરમાં જ કંઈક એવું કહ્યું જેના કારણે તે વિવાદોમાં ફસાઈ ગઈ અને તેની વિરુદ્ધ ફરિયાદો થવા લાગી. તમિલનાડુમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં કસ્તુરી શંકરે તેલુગુ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ પછી, અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે પછી તે ગુમ થઈ ગઈ હતી. પરંતુ હવે આખરે અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી છે.