સોવરિન ગોલ્ડ બોન્ડ એ આરબીઆઈ દ્વારા જારી કરાયેલ એક પ્રકારનું પ્રમાણપત્ર છે. આમાં રોકાણકારો સોનાના ગ્રામ પ્રમાણે રોકાણ કરે છે. આ સ્કીમમાં, તમને મેચ્યોરિટી પર સોનાની બજાર કિંમત જ નહીં, પરંતુ રોકાણ પર 2.5 ટકા વાર્ષિક વ્યાજ પણ મળે છે. વ્યાજની આ રકમ દર 6 મહિને આપવામાં આવે છે, સરકાર તેને જાહેર કરવામાં વિલંબ કરી રહી છે. લોકોએ આ સ્કીમને સોનું સમજીને તેમાં ભારે રોકાણ કર્યું છે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે, અહીં ઉલ્લેખ કરવો જોઈએ કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 Gujarati ક્યારેય (કોઈપણ રોકાણ સલાહ આપતું નથી.)