સાઉથ સિનેમા એક્ટર નાગા ચૈતન્ય ટૂંક સમયમાં લેડી લવ શોભિતા ધુલીપાલા સાથે લગ્ન કરશે. સગાઈ બાદ તેમના લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. લગ્ન પહેલાની સેરેમનીની તસવીરો શેર કરી, જેમાં તેણીની સાદગીએ ચાહકોના દિલ જીતી લીધા.
હાલમાં આ કપલના લગ્નનું કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે. આ વેડિંગ કાર્ડમાં સંસ્કૃતિ અને પરંપરાનો સંગમ જોવા મળે છે. કાર્ડમાં લખ્યું છે કે, અમે તમને આનંદ સાથે આમંત્રણ આપી રહ્યા છીએ. તેમના લગ્નની વાત કરીએ તો તેઓ 4 ડિસેમ્બર, 2024ના રોજ લગ્નના બંધનમાં બંધાશે.
શોભિતા ધુલીપાલાએ પરંપરાને ધ્યાનમાં રાખીને તેના લગ્ન માટે અદભૂત પોશાક પસંદ કર્યો છે. તેણે તેની માતા સાથે લગ્નનો ડ્રેસ ખરીદ્યો છે. તેના ખાસ દિવસે, શોભિતા સોનાની ઝરીથી બનેલી કાંજીવરમ સિલ્ક સાડી પહેરશે.
બંનેએ આ વર્ષે 8 ઓગસ્ટના રોજ સગાઈ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોભિતા અને નાગા ચૈતન્યના લગ્ન હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં થઈ શકે છે. પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.
તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્યના આ બીજા લગ્ન છે. તેના પહેલા લગ્ન સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા. આ લગ્ન લાંબો સમય ન ચાલ્યા અને બંને અલગ થઈ ગયા. ત્યારબાદ નાગા ચૈતન્યએ શોભિતાને ડેટ કરવાનું શરૂ કર્યું.