આજે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે જેના કારણે શેરબજાર બંધ છે. મતદાનને કારણે શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે. તેથી, કોમોડિટી માર્કેટમાં માત્ર સવારનું સત્ર બંધ રહેશે અને સાંજના સત્રમાં એટલે કે સાંજે 5 વાગ્યાથી 11:30/11:55 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે.
કારોબારી દિવસ પહેલા બજારની સ્થિતિ વિશે વાત કરીએ તો શરૂઆતી મજબૂત ઉછાળા બાદ દિવસના બીજા સેશનમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે સેન્સેક્સ-નિફ્ટી વધીને બંધ થયા છે. સતત સાત દિવસના ઘટાડા બાદ શેરબજાર 19 નવેમ્બરે લીલા નિશાનમાં બંધ થયું હતું. જો કે છેલ્લા એક કલાકમાં ખૂબ જ મજબૂત વેચવાલી જોવા મળી હતી.
સેન્સેક્સની વાત કરીએ તો એક સમયે તે ઈન્ટ્રા-ડે 1150 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો, પરંતુ છેલ્લા એક કલાકમાં તે લગભગ 900 પોઈન્ટ તૂટ્યો હતો. છેલ્લે 239 પોઈન્ટના ઘટાડા સાથે 77578 પર બંધ રહ્યો હતો.
નિફ્ટી પણ આવી જ વધઘટ સાથે 23518 પર બંધ રહ્યો હતો. રશિયાના બોર્ડર એરિયા પર યુક્રેનના હુમલાએ શેરબજારને ઊંધુ વળ્યું.
શેરબજારમાં તાજેતરના ઘટાડાની સૌથી વધુ અસર જાહેર ક્ષેત્રની કંપનીઓ એટલે કે PSUs પર પડી છે. કુલ રૂ. 15 લાખ કરોડનું નુકસાન થયું છે, જે કુલ ઘટાડાના 31 ટકા છે. આ સિવાય BSE સેન્સેક્સમાં સમાવિષ્ટ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 13.28 લાખ કરોડનો ઘટાડો થયો છે.