સોજી અને શાકભાજી ઉપમા: ઉપમા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ હેલ્ધી નાસ્તો છે. તમે સોજીમાં કઠોળ, વટાણા, ડુંગળી, લીલા મરચાં, કરી પત્તા, કોથમીર, ટામેટાં, મગફળી, કેપ્સિકમ જેવી વસ્તુઓ ઉમેરીને હેલ્ધી ઉપમા બનાવી શકો છો. સોજીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને આ શાકભાજી ઘણા પોષક તત્વોનો ભંડાર છે. આ સાથે તમે ગ્રીન ટી પણ લઈ શકો છો.