ઓસ્ટ્રેલિયા પ્રવાસની સાથે, BCCIએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પણ ટીમની જાહેરાત કરી છે, જ્યાં T20 શ્રેણી રમવાની છે. આ સમય દરમિયાન બીસીસીઆઈએ ઈજાના કારણે ટીમમાં ન સિલેક્ટ થયેલા ખેલાડીઓ અંગે એક અલગ અપડેટ પણ આપી હતી, જેમાં કુલદીપ યાદવ, મયંક યાદવ, શિવમ દુબે અને રેયાન પરાગ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. પરંતુ બીસીસીઆઈએ તેની પ્રેસ રિલીઝમાં મોહમ્મદ શમી વિશે કોઈ અપડેટ નથી આપ્યું, જેના કારણે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.