ઈન્સ્ટાગ્રામ લાઈવ રહેશે સિક્રેટઃ જો તમે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક લોકોથી છુપાવીને લાઈવ થવા ઈચ્છો છો, તો આ સ્ટેપ્સ ફોલો કરો. આ માટે, તમારા ઇન્સ્ટાગ્રામ પર જાઓ અને જમણે સ્વાઇપ કરો, તમારો કેમેરો ખુલશે. તેમાં નીચે બતાવ્યા પ્રમાણે રીલ્સ, સ્ટોરી, પોસ્ટ અને લાઈવ વિકલ્પો છે. આમાંથી તમે લાઈવ ઓપ્શન સિલેક્ટ કરો, જ્યારે તમે લાઈવ આઈકોન પર ક્લિક કરશો ત્યારે તમને ઉપર લખેલું ‘એવરીવન’ દેખાશે. આમાં તમે નજીકના મિત્રોને પસંદ કરી શકો છો.