વડોદરામાં નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. વડોદરા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના સ્વાગત માટે આયોજિત રોડ શો દરમિયાન એક સુંદર ઘટના બની, બંને વડાપ્રધાન કાફલામાંથી નીચે ઉતર્યા અને તેમનું સ્વાગત કરવા આવેલા વિકલાંગ વિદ્યાર્થીને મળ્યા.