દરમિયાન, જેફરીઝે તેની નોંધમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. તેણે 1700 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. સોમવારે NSE પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2 ટકાથી વધુ વધીને રૂ. 1,290.95 પર બંધ થયો હતો. આનો અર્થ એ થયો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વર્તમાન બજાર કિંમતથી લગભગ 30 ટકા વળતર આપવાની ક્ષમતા છે.