રાફેલ નડાલની ટેનિસ કારકિર્દીમાં ઘણા ઐતિહાસિક રેકોર્ડ નોંધાયા છે. તેના નામે 22 ગ્રાન્ડ સ્લેમ છે. આટલા બધા ગ્રાન્ડ સ્લેમ જીતનાર તે બીજો ટેનિસ સ્ટાર છે. ટેનિસમાં ઘણા સ્ટાર્સ આવ્યા, ચમક્યા અને ગયા, પરંતુ માત્ર નડાલને જ કિંગ ઓફ ક્લેનો ટેગ મળ્યો, કારણ કે તેણે તેના 22 ગ્રાન્ડ સ્લેમમાંથી સૌથી વધુ 14 વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું છે.