યોની મુદ્રા: ‘યોની મુદ્રા’ તમારી ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે, તેનો અભ્યાસ તમારી અંદર સર્જનાત્મક શક્તિ ઉત્પન્ન કરે છે. પ્રાચીન સમયમાં, તાંત્રિક જગતમાં ઈન્દ્રિયોને નિયંત્રિત કરવા માટે યોની મુદ્રાનો વ્યાપકપણે ઉપયોગ થતો હતો. આ મુદ્રાને ગર્ભની સાંકેતિક મુદ્રા કહેવામાં આવે છે કારણ કે જેમ ગર્ભ નવા જીવનને જન્મ આપે છે, તેવી જ રીતે આ મુદ્રા સર્જનાત્મક ઉર્જાને જન્મ આપે છે.