રાજસ્થાન રોયલ્સ માટે પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ચહલે 2022ની સિઝનમાં 17 મેચમાં 27 વિકેટ, 2023ની સિઝનમાં 14 મેચમાં 21 વિકેટ અને 2024ની સિઝનમાં 15 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. આટલા શાનદાર પ્રદર્શન બાદ પણ રાજસ્થાનની ટીમે તેને રિટેન ન કર્યો જેના કારણે તેને હરાજીમાં સામેલ કરવામાં આવ્યો.