મોહમ્મદ શમીને દર્દમાં જોઈને સેન્ટર ઓફ એક્સેલન્સની મેડિકલ ટીમે તેની તપાસ કરી હતી, આ દરમિયાન સેન્ટર ઓફ એક્સેલન્સના મેડિકલ પેનલના વડા નીતિન પટેલ પણ મેદાનમાં હાજર હતા. જોકે, થોડી સારવાર બાદ શમીએ ફરી બોલિંગ કરી અને પોતાની ઓવર પૂરી કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શમીને પડતી વખતે થોડો આંચકો લાગ્યો હશે, પરંતુ કોઈ ગંભીર ઈજા થઈ નથી. આવી સ્થિતિમાં તે ભવિષ્યમાં પણ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.