નિવેદન અનુસાર, રિલાયન્સ ગ્રૂપ ભૂટાનના નેટ-ઝીરો ટાર્ગેટને ટેકો આપતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લાગુ કરવા માટે ભૂટાનમાં સરકારી કંપનીઓ સાથે મળીને કામ કરશે. અનિલ અંબાણીની હાજરીમાં, રિલાયન્સ પાવર લિમિટેડના પ્રમુખ (કોર્પોરેટ ડેવલપમેન્ટ) હરમનજીત સિંહ નાગી અને ડ્રુક હોલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સના સીઇઓ ઉજ્જવલ દીપ દહલે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા.