કંપનીએ ગ્રાહકોને Jio Finance એપ પર SmartGold સ્કીમમાં સોનામાં રોકાણ કરવા માટે બે વિકલ્પો આપ્યા છે. આમાંથી પ્રથમ એ છે કે તે રોકાણની કુલ રકમ નક્કી કરી શકે છે અને બીજું તે છે કે તે સોનાના વજન એટલે કે ગ્રામ પ્રમાણે રોકાણ કરી શકે છે. ભૌતિક સોનું માત્ર 0.5 ગ્રામ અને તેથી વધુના હોલ્ડિંગ માટે જ આપવામાં આવશે. તે 0.5 ગ્રામ, 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ અને 10 ગ્રામના મૂલ્યોમાં ઉપલબ્ધ હશે. જો ગ્રાહકો ઈચ્છે તો તેઓ Jio Finance એપ પર સીધા સોનાના સિક્કા ખરીદીને હોમ ડિલિવરી સુવિધાનો પણ લાભ લઈ શકે છે.