ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 માટે પોતાની ટીમમાં ઘણા નવા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. ચાલો જાણીએ કે મેગા ઓક્શન પછી મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ કેવી છે?
હરાજી પહેલા 5 ભારતીય ખેલાડીઓ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને તિલક વર્માને રિટેન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જસપ્રિત બુમરાહને સૌથી વધુ 18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને 16.35 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાને પણ 16.35 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. રોહિત શર્માને 16.30 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો. તિલક વર્માને 8 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવ્યા છે.
IPL મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સને 45 કરોડ રૂપિયા મળ્યા છે. મુંબઈએ પ્રથમ દિવસે 4 ખેલાડીઓ ખરીદ્યા હતા. જેમાં ટ્રેન્ટ બોલ્ટ સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. કુલ 4 ખેલાડીઓમાં ટ્રેન્ટ બોલ્ટ, નમન ધીર, રોબિન મિન્ગે અને કરણ શર્માનો સમાવેશ થાય છે.
IPL મેગા ઓક્શનની શરૂઆત સારી થઈ છે, IPL ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેન્ટ બોલ્ટને 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલમાં પાંચ વખત ચેમ્પિયન છે.
હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, નમન ધીર, રોબિન મિંઝે, કર્ણ શર્મા, દીપક ચહર, રીસ ટોપલી, રેયાન રિક્લટન, વિલ જેક્સ, અલ્લાહ ગઝનફર, મિશેલ સેન્ટનર, કર્ણ શર્મા, સત્યનારાયણ રાજકુમાર, રાજકુમાર. , રાજ બાવા, અશ્વિની કુમાર, કૃષ્ણન સૃજીત, બેવોન જેકબ્સ, અર્જુન તેંડુલકર, લિઝાદ વિલિયમ્સ