ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. બંને રાજ્યોમાં વર્તમાન સરકાર ફરી સત્તા પર આવી છે. ત્યારે આજે તેની અસર શેરબજાર પર પણ જોવા મળી છે. આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1000 અંકથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી પણ 24,200ને પાર કરી ગયો છે.
ઓટો, બેંક, મીડિયા, ટેલિકોમ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી 1-2 ટકાના વધારા સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી પર, શ્રીરામ ફાઇનાન્સ, એમએન્ડએમ, ભારત ઇલેક્ટ્રોનિક, અદાણી એન્ટરપ્રાઇઝિસ, બીપીસીએલ મોટા નફામાં હતા, જ્યારે જેએસડબ્લ્યુ સ્ટીલમાં ઘટાડો થયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 1.5 ટકા વધ્યા હતા.
ભારતીય શેરબજારમાં શુક્રવારે ઓવરસોલ્ડ ઝોનમાંથી નોંધપાત્ર વ્યાપક-આધારિત રેલી જોવા મળી હતી. નિફ્ટી 50 ઇન્ડેક્સે છેલ્લા પાંચ મહિનામાં તેનો શ્રેષ્ઠ વન-ડે વધારો નોંધાવ્યો હતો અને તે 525 પોઇન્ટ વધીને 23,875 પર બંધ થયો હતો. BSE સેન્સેક્સ 1807 પોઈન્ટના ઉછાળા સાથે 78,963 પર બંધ રહ્યો હતો.
જ્યારે બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 716 પોઈન્ટ વધીને 51,089 પર બંધ રહ્યો હતો. રોકડ બજારનું પ્રમાણ ₹1.01 લાખ કરોડે પહોંચ્યું છે. એડવાન્સ-ડિક્લાઈન રેશિયોમાં તીવ્ર વધારો થયો હોવા છતાં, વ્યાપક બજાર સૂચકાંકો નિફ્ટી 50 ઇન્ડેક્સ કરતાં ઓછા આગળ વધ્યા હતા.
છેલ્લા 5 મહિનામાં તૂટ્યા રેકોર્ડઃ ગયા સપ્તાહે શુક્રવારે, કેટલાંક અઠવાડિયાના ઘટાડા પછી, સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. તે દિવસે સેન્સેક્સ અને નિફ્ટીએ પાંચ મહિનામાં સૌથી વધુ સિંગલ-ડે વધારો નોંધાવ્યો હતો. શુક્રવારે BSE નો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 1,961.32 પોઈન્ટ અથવા 2.54 ટકા વધીને 79,117.11 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 557.35 પોઈન્ટ અથવા 2.39 ટકાના વધારા સાથે 23,907.25 પોઈન્ટના સ્તરે રહ્યો હતો.