ઢોલીવુડનું ફેમસ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોશી આજે લગ્ન કરવા જઈ રહ્યા છે. એ પછી ગઈ કાલે બંનેની હલ્દી સેરેમની હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારોએ ભાગ લીધો હતો. આ દરમિયાન મલ્હાર અને પૂજા પણ ડાન્સ કરતા અને ગાતા જોવા મળે છે, જેની કેટલીક તસવીરો સામે આવી છે.