ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા પર આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા 200 ગીગાવોટને વટાવી ગઈ છે અને સપ્ટેમ્બર 2024માં 201,457.91 મેગાવોટ પર પહોંચી ગઈ છે. જેમાં સૌર ઊર્જાનો ફાળો 90,762 મેગાવોટ અને પવન ઊર્જાનો ફાળો 47,363 મેગાવોટ છે. જો આમાં 8,180 મેગાવોટની પરમાણુ ક્ષમતા ઉમેરવામાં આવે તો, દેશની કુલ બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત વીજ ક્ષમતા કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાના 46.3 ટકા બની જાય છે.