બોલિવૂડનું લોકપ્રિય કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 16 સપ્ટેમ્બરે બંનેએ 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા હતા. જેમાં બંને ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.
હવે રાજસ્થાનના અલીલા ફોર્ટ બિશનગઢમાં યોજાયેલા શાહી લગ્નની તસવીરો પણ સામે આવી છે. અદિતિએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.
ચાહકો એ જાણવા માટે ખૂબ ઉત્સુક છે કે આ બંનેનું બ્રાઈડલ શૂટ છે કે પછી તેઓ બીજી વાર લગ્ન કરી રહ્યા છે. જે ફોટો સામે આવ્યો છે. બંને સિવાય પરિવારના અન્ય કોઈ સભ્ય દેખાતા નથી.
ચાહકો કહી રહ્યા છે કે અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ એકબીજા માટે બનેલા છે. ચાહકો બંનેની જોડીને પસંદ કરી રહ્યા છે, ચાહકો પણ આ ફોટોને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
અદિતિ રાવ હૈદરી રેડ બ્રાઈડલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તો સિદ્ધાર્થે ક્રીમ રંગની શેરવાની અને મોતીનો હાર પહેર્યો છે. બંનેએ બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે.
અદિતિ-સિદ્ધાર્થની સગાઈ આ વર્ષે માર્ચમાં થઈ હતી. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં બંનેએ લગ્ન કરી લીધા. સિદ્ધાર્થ બીજી વખત દુલ્હન બન્યો છે. આમ બંને સ્ટાર્સના આ બીજા લગ્ન છે.