અમેરિકન સ્પેસ એજન્સી NASA : BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)ના ગુરુ પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ આપવા જઈ રહી છે. નાસાનું અવકાશયાન ઓડીસિયસ ચંદ્ર તરફ જઈ રહ્યું છે અને નાસાના IM-1 મિશનના ભાગરૂપે 22 ફેબ્રુઆરીએ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે. તેની બહારની સપાટી પર પ્રમુખસ્વામી મહારાજની તસ્વીર સાથે તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યોની માહિતી છે.
ઇન્ટ્યુટિવ મિશને આ તસવીરો X પર શેર કરી અને લખ્યું, ‘રિલેટિવ ડાયનેમિક્સ સાથે સંકલનમાં શરૂ કરાયેલ IM-1 મિશન, પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. અવકાશયાન પર કોતરણી પ્રમુખસ્વામી મહારાજની સેવાના સન્માનમાં છે. તેમણે પોતાનું આખું જીવન નિઃસ્વાર્થપણે માનવ મૂલ્યોને જાળવી રાખવા અને માનવજાતની સેવામાં વિતાવ્યું. તેમની સેવાકીય પ્રવૃત્તિઓએ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક બંધનો બનાવ્યા. અવકાશ સંશોધનના ક્ષેત્રમાં પણ વિવિધ દેશો વચ્ચેનો સહયોગ મહત્વપૂર્ણ રહે છે.
પ્રમુખસ્વામી મહારાજનો જન્મ 1921માં થયો હતો. તેમનું સાચું નામ શાંતિલાલ પટેલ હતું. બાદમાં તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી. વડોદરા નજીક જન્મેલા પ્રમુખસ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ, BAPS સંપ્રદાયે સમગ્ર વિશ્વમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કાર્યોને લગતી તેની પ્રવૃત્તિઓનો વિસ્તાર કર્યો. પ્રમુખસ્વામી મહારાજના કારણે જ અમેરિકામાં અનેક BAPS મંદિરોનું નિર્માણ શક્ય બન્યું છે. તેમણે દિલ્હીમાં ભવ્ય અક્ષરધામ મંદિરના નિર્માણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે તેમના જીવનકાળમાં લગભગ 1000 ભવ્ય મંદિરો બનાવ્યા. તેમનું 2016માં 94 વર્ષની વયે અવસાન થયું હતું.