પીટીઆઈના અહેવાલ મુજબ, આઈસીસીએ 26 નવેમ્બર, મંગળવારે જાહેરાત કરી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલને મંજૂરી આપવા માટે તેનું બોર્ડ શુક્રવાર, 29 નવેમ્બરના રોજ બેઠક કરશે. આ એક વર્ચ્યુઅલ મીટિંગ હશે, જેમાં બોર્ડના તમામ સભ્યો ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કનેક્ટ થશે. ICC બોર્ડને તેની સૌથી શક્તિશાળી સંસ્થા માનવામાં આવે છે, જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે સંબંધિત દરેક નિર્ણય અંતિમ હોય છે. ચેમ્પિયન્સ ટ્રોફી સાથે પણ આવું જ થશે.