બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ ચેમ્પિયન્સ ટ્રોફી મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, ‘આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને હાઈબ્રિડ મોડલમાં આયોજિત કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સિવાય અન્ય વિકલ્પો પણ છે. ભારતીય ખેલાડીઓની સુરક્ષા અમારા માટે પ્રાથમિકતા છે, તેના આધારે નિર્ણય લેવામાં આવશે. અત્યારે વાતચીત ચાલી રહી છે, જ્યારે બધું ફાઇનલ થશે ત્યારે અમે તમને જણાવીશું. (તમામ ફોટો ક્રેડિટ: PTI/AFP)