કોઈપણ કાર્યની શરૂઆત કરવા સવારનો સમય શુભ માનવામાં આવે છે. સવારના સમયમાં વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થયેલો હોય છે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે, જો સવારના સમયે તમે આ 4 કાર્ય કરશો, તો તમને જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા, યશ તેમજ વૈભવ પ્રાપ્ત થાય છે. આ 4 કાર્યો વિશે ભોપાલના પ્રખર પંડિતે માહિતી આપી છે.વધુ વાંચો …
હિંદુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં લગભગ દરેક વસ્તુઓને લગતા નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. હિંદુ ધર્મ જીવન જીવવાની એક શૈલી છે. ભારતમાં કોઈ પણ નવા કાર્યની શુભ શરૂઆત વહેલી સવારે કરવામાં આવે છે. વહેલી સવારે કોઈપણ કાર્યનો પ્રારંભ કરવાના અનેક ફાયદા છે. સવારનો સમય ઊર્જાથી ભરેલો હોય છે અને સકારાત્મકતા લાવે છે.
સ્નાન કર્યા બાદ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમારે દરરોજ સવારે ઉઠતા પહેલા તમારા બંને હાથની હથેળીઓ જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે બંને હાથની હથેળીઓમાં દેવી લક્ષ્મીનો વાસ છે. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્નાન કર્યા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો હળદરનો છંટકાવ પણ કરી શકો છો, આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધે છે.