ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, મને એ જાહેરાત કરતા ગર્વ છે કે કાશ પટેલ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈના આગામી ડિરેક્ટર તરીકે સેવા આપશે. કાશ એક તેજસ્વી વકીલ, તપાસકર્તા અને ‘અમેરિકા ફર્સ્ટ’ યોદ્ધા છે જેમણે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયની રક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં ખર્ચી છે.