ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, પરંતુ હવે તેની પાસેથી ટૂર્નામેન્ટની યજમાની પણ છીનવાઈ શકે છે. મોટા સમાચાર એ છે કે જો પાકિસ્તાન હાઇબ્રિડ મોડલ માટે સહમત નહીં થાય તો ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં યોજવામાં આવી શકે છે. ICC આ અંગે વિચાર કરી રહી છે. પાકિસ્તાન ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની ધરતી પર આવે પરંતુ બીસીસીઆઈએ તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. બીજી તરફ પાકિસ્તાન પણ મક્કમ છે કે તે હાઈબ્રિડ મોડલને સ્વીકારશે નહીં. આ કારણે ICC હવે બીજા વિકલ્પ પર વિચાર કરી રહી છે, જે છે દક્ષિણ આફ્રિકા.