જોકે, નિખિલ કુમારે લડાયક ઇનિંગ રમી હતી. તેણે 77 બોલમાં 67 રન બનાવ્યા, પરંતુ તે ટીમ ઈન્ડિયાની જીત માટે પૂરતું નહોતું, કારણ કે આખી ટીમ માત્ર 47.1 ઓવર જ રમી શકી અને 237 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી પણ માત્ર 1 રન બનાવી શક્યો હતો. પાકિસ્તાન તરફથી અલી રઝાએ ઘણી સારી બોલિંગ કરી હતી. તેણે 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા.