જો તમને વેપારમાં નુકસાન થઈ રહ્યું હોય તો તમારે તમારી ઓફિસ, દુકાન અથવા ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં દેવી લક્ષ્મીની ચાંદીની મૂર્તિ રાખવી જોઈએ. તેમજ જો આ મૂર્તિને તિજોરીમાં રાખવામાં આવે તો તે ક્યારેય ખાલી થતી નથી. આમ કરવાથી પ્રગતિના ચાન્સ છે. સાથે જ ઘરમાં દેવી લક્ષ્મીની ચાંદીની મૂર્તિ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરનું વાતાવરણ મંગલમય રહે છે. નોંધ: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને આ લેખ અહીં રજૂ કરવામાં આવ્યો છે.