ઐશ્વર્યા મજમુદાર ગુજરાતના અમદાવાદમાં રહે છે. તે એક ભારતીય ગાયિકા છે. ગુજરાતમાં તેને ગરબા ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેણે 15 વર્ષની ઉંમરે 2007-08નો મ્યુઝિકલ રિયાલિટી શો સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા – છોટે ઉસ્તાદ જીત્યા બાદ લોકપ્રિયતા મેળવી.
સમગ્ર શો દરમિયાન નિર્ણાયકો દ્વારા તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જો કે, આ પછી ઘણી મહેનત બાદ ઐશ્વર્યા મજમુદારે સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે સખત મહેનત કરી.
તેણે અન્વેષા દત્તા ગુપ્તા સાથે સ્પર્ધા જીતી. તેણે હિમેશ રેશમિયાની “હિમેશ વોરિયર્સ” ટીમમાં સંગીત કા મહા મુકબલામાં પણ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે તેણે ગુજરાતી અને હિન્દી ફિલ્મો માટે ઘણા ગીતો ગાયા છે.
ઐશ્વર્યાએ નચ બલિયેની ચોથી સિઝન બે અઠવાડિયા સુધી એન્કર કરી હતી. 2012માં ઐશ્વર્યાએ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી.