મહિનાના પ્રથમ દિવસે ફરી એકવાર મોંઘવારી વધી છે. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્નમાં થાય છે. તેની સીધી અસર ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી સ્વરૂપે જોવા મળશે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન ઓઈલ તરફથી મળેલી માહિતી મુજબ 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો થયો છે.