દિવાળી એ ખુશીનો તહેવાર છે અને આ દિવસે લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરે છે. તેમજ દિવાળીના આ દિવસોમાં દરેકના ઘરમાં અનેક પ્રકારના ફરસાણ પણ બને છે. ઘુગરા, મઠિયા, ચોરફળી જેવી તળેલી વસ્તુઓ ખાવાથી કેટલાક લોકોને ઝડપથી ઉધરસ થાય છે અને ગળામાં દુખાવો અને સોજો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.